વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલય ખાતે ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ હેઠળ કલા મહોત્સવ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી વ્યારા

કલા મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ હેઠળ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને વ્યક્તિગત રંગોળી સ્પર્ધા, ગ્રૂપ રંગોળી સ્પર્ધા, કોલાજ વર્ક, ચિત્ર પ્રદર્શની અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જણાવ્યું કે, બાળકોમાં શિક્ષણની સાથે સાથે આવી વિવિધ પ્રવૃત્તિઓ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ યોજાયેલી આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, પર્યાવરણ સંરક્ષણ, ટેક્નોલોજી અને વિકસિત ભારત જેવી વિવિધ થીમ પર પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી, જે ખૂબ જ પ્રશંસનીય છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રહેલી કૌશલ્ય અને વિવિધ આકર્ષક પ્રતિભાઓને નિહાળવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા તેમજ સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ સહિતના જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારોએ ખાસ મુલાકાત લીધી હતી.

સેવા સંકલ્પ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યો છે. જેમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ-બાળકો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.

Leave a Comment

और पढ़ें