તાપી જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ હેઠળ દિવ્યાંગજનોને સાધન સહાય તથા યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી વ્યારા

વ્યારાના ડૉ. અંબેડકર ભવન ખાતે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીની અધ્યક્ષતામાં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો હતો. તાપી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગોને સાધન સહાય અને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યભરમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય આશય દિવ્યાંગજનોની દિવ્યાંગતામાં રાહત મળે, તેમનું કલ્યાણ અને સશક્તિકરણ થાય તેમજ તેઓ સમાજમાં આત્મનિર્ભર બનીને જીવી શકે તે માટે સહાયક ઉપકરણો તથા સરકારી યોજનાઓના લાભો પૂરા પાડવાનો હતો.

આ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોને દૈનિક જીવનમાં સુગમતા રહે તે હેતુથી વિવિધ સરકારી યોજનાઓના લાભો તેમજ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજનાના મંજૂરી હુકમ, ૧૦ લાભાર્થીઓને દિવ્યાંગ બસપાસ, ૨૦ શ્રવણ યંત્ર (હિયરિંગ એઇડ), ૧૨ વોકિંગ સ્ટીક, ૭ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગો માટેની વિશેષ કિટ, ૪ બગલ ઘોડી અને ૩ વ્હીલચેરનો સમાવેશ થાય છે.

આમ, કુલ ૨૦ યોજનાકીય લાભો અને ૪૬ સહાયક ઉપકરણો મળીને કુલ ૬૬ લાભોનું વિતરણ કરી દિવ્યાંગજનોને આર્થિક તથા ભૌતિક મદદ પૂરી પાડવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें