રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર,અને રાગીની સીધી ખરીદી કરાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી વ્યારા

ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ટેકાના ભાવ ડાંગર(કોમન) માટે રૂ ૨,૪૪૧/- પ્રતિ કવી. ડાંગર(ગ્રેડ-એ) માટે રૂ.૨,૪૬૧/- પ્રતિ ક્વી. મકાઈ માટે રૂ.૨,૪૧૦/- પ્રતિ ક્વી. બાજરી માટે રૂ.૨,૯૦૦/- પ્રતિ વી. (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦/- પ્રતિ ક્વી), જુવાર(હાઈબ્રીડ) રૂ.૪,૦૨૩/- પ્રતિ ક્વી, (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦/- પ્રતિ કવી), જુવાર(માલદંડી)રૂ.૪,૦૭૩/- પ્રતિ ક્વી, (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦/- પ્રતિ ક્વી),તથા રાગી માટે રૂ.૫,૨૦૫/-પ્રતિ ક્વી,. (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦/- પ્રતિ ક્વી), નિયત કરવામાં આવેલ છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે તે માટે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, અને રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે.

*નોંધણી* – લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર,અને રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૦૨/૧૦/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ સુધી કરવામાં આવશે. તેમજ ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, અને રાગીની ખરીદી તા.૧૬/૧૧/૨૦૨૬ થી ૧૫/૦૧/૨૦૨૭ સુધી કરવામાં આવશે.જેની નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

*ડોક્યુમેન્ટસ* – નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો, ૭/૧૨, ૮/અ ની નકલ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨, ૮/અ ના થઇ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.રાજ્યના ખેડૂતો તેઓના પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોય આ માટે સબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

*SMS* – ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો.ડોક્યુમેન્ટની ચકાસનો દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે. અને ખરીદી માટે આપને જાણ નહિ કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.

*હેલ્પલાઇન નંબર* – નોંધણી બાબતે કોઈ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર (ગ્રેડ-૧) તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

और पढ़ें