તાપી વ્યારા
તાપી જિલ્લાના વ્યારા ખાતે શ્રી વિશ્વકર્મા દાદાના નૂતન મંદિરના નિર્માણ કાર્યનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તાપી જિલ્લાના વ્યારાના પ્રવાસે હતા, તે દરમિયાન તેમને શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરનું ભૂમિ પૂજન કરવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો. ભક્તિમય અને મંત્રોચ્ચારના પવિત્ર વાતાવરણમાં તેમણે ભૂમિ પૂજનની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી અને દાદાના આશીર્વાદ લીધા હતા.
વ્યારા પ્રવાસ દરમિયાન ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરનું ભૂમિ પૂજન કરવાનો અને આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનો પરમ લહાવો મળ્યો છે.” — જગદીશ વિશ્વકર્મા
આ પ્રસંગે સ્થાનિક રાજ્ય સરકારના મંત્રી ડો.જયરામ ગામિત, અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.
આ મંદિરના નિર્માણથી સ્થાનિક સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે અને આગામી સમયમાં અહીં ભવ્ય મંદિર આકાર લેશે.










