સુરત

સુરત-તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી)નીડ વ્યવસ્થાપક સમિતિની ગત. તા. 15 મી જુલાઈ ના રોજ ચૂંટણી મતદાન પકીયા યોજાઇ હતી. જેનુ આજે પરિણામ જાહેર થયુ હતુ. આ ચૂંટણી જંગમા ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સુરત જિલ્લા પ્રભારી ગૌતમ ભાઈ ગેડીયાજી, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ ,સુરત જિલ્લા મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ ,તેમજ સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા ,સંદીપભાઈ દેસાઈ,મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસુરીયા, ઇશ્વરભાઇ પરમાર ,મોહનભાઈ ડોડીયા , કુવરજીભાઈ હળપતિ, તાપી જિલ્લાના પ્રભારી ડો, જગદીશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા, મહામંત્રી અમિતભાઈ પટેલ, ડો.જયરામભાઈ ગામીત ,મોહનભાઈ કોંકણી, ભારતીય જનતા પાર્ટી સમર્પિત ઉમેદવારોને જીતાડવા માટે ભારે જહમત ઉઠાવી હતી અને વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.
સુમુલના વિજેતા ઉમેદવારો.
ઓલપાડ: ધનસુખભાઈ નાથુભાઈ પટેલ – 27 મત
માંડવી: રેશાભાઈ વસાભાઈ ચૌધરી – 114 મત
મહુવા: ધનંજયભાઈ ડાહ્યાભાઈ પટેલ – 33 મત
ઉમરપાડા: અમિષકુમાર મણીલાલ વસાવા – 56 મત નિઝર: યોગેશભાઈ ચુનિલાલ રાજપૂત – 26 મત
કુકરમુંડા: સંજયભાઈ બબનભાઈ સૂર્યવંશી – 19 મત
વ્યારા: હસમુખભાઈ ગોવિંદભાઈ ગામીત – 46 મત
સોનગઢ: કાંતિભાઈ રેશમભાઈ ગામીત – 139 મત
ડોલવણ: શૈલેષભાઈ વિરસિંગભાઈ પટેલ – 42 મત
બિનહરીફ વિજેતા ઉમેદવાર.
રાજેશભાઈ પાઠક ,(માંગરોલ), સંદીપભાઈ દેસાઈ, (ચૌયાસી) બળવંતભાઈ પટેલ, (કામરેજ) અજીતભાઈ પટેલ, (બારડોલી) રાજુભાઈ આહીર, (વાલોડ) ભરતસિંહ સોલંકી, (પલસાણા )જાલમસિંહ વસાવા.( ઉચ્છલ)











