વ્યારાના વાઝરડા-૨ ખાતે નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા વાઝરડા

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ વાઝરડા ગ્રામ પંચાયતમાં બાળકોના પ્રારંભિક શિક્ષણ અને પોષણના હેતુસર નવનિર્મિત ‘આંગણવાડી કેન્દ્ર વાઝરડા-૨’ નો લોકાર્પણ કાર્યક્રમ ગ્રામ પંચાયતના સરપંચ જશુબેન જી. ગામીત, ઉપસરપંચ, પૂર્વ સરપંચ અને ગામના આગેવાનો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ નવીન આંગણવાડી કેન્દ્રની દીવાલો પર રંગબેરંગી અને આકર્ષક ભીંતચિત્રો દ્વારા કક્કો, બારાખડી, ફળો-શાકભાજી અને જ્ઞાનવર્ધક ચિત્રો દોરીને ભૂલકાંઓ માટે સુંદર શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતે બાળકોમાં કુપોષણ નાબૂદી માટે સરકારની મહત્વકાંક્ષી ‘દૂધ સંજીવની યોજના’ અંતર્ગત બાળકોને વિટામિનયુક્ત ફ્લેવર્ડ દૂધ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ‘THR (ટેક હોમ રાશન)’ નિયમિતપણે મળી રહેશે.

આ અવસરે ગ્રામ પંચાયતના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ આઈ.સી.ડી.એસ. વિભાગના મુખ્ય સેવિકા બહેન તથા આંગણવાડી કાર્યકર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજન માતાઓ, વાલીઓ અને ઉત્સાહી બાળકો હાજર રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें