વાલોડ ગ્રામ પંચાયત દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ વિકાસ કામોની બારોબાર વહેંચણી કરાતા વિવાદ!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વાલોડ

પંચાયતી રાજના નિયમોના લીરેલીરા ઉડ્યા!

૧૫મા નાણાંપંચના બીજા હપ્તાની વહીવટી મંજૂરી મળતાની સાથે જ ગ્રામ પંચાયતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સરકારી નિયમોનુસાર કોઈપણ વિકાસ કાર્ય માટે જાહેર ટેન્ડર બહાર પાડવું ફરજિયાત હોવા છતાં, સરપંચ દ્વારા કાયદાને નેવે મૂકીને **ટેન્ડર પ્રક્રિયા વગર જ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને બારોબાર કામોની વહેંચણી** કરી દેવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ ઉઠ્યો છે!

*આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી કમલેશભાઈને પૂછવામાં આવતા એમને જણાવ્યું છે કે  સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયાના કામો માટે કોઈ જાહેર નોટિસ કે ઈ-ટેન્ડિંગ કરવામાં આવ્યું નથી.*

*ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ્યોને પણ પૂછવામાં આવ્યું હતું અને એમણે પણ આજ જવાબ આપ્યો હતો કે કોઈ જાહેર નોટિસ કે ઈ-ટેન્ડિંગ કરવામાં આવ્યું નથી.*

ટેન્ડર વગર જ ચિઠ્ઠી પ્રથા અથવા મનસ્વી રીતે કામો સોંપી દેવાતા પંચાયતના સભ્યો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વહીવટમાં પારદર્શકતા રાખવાના સરકારના આદેશોનો સરેઆમ ભંગ કરી, આખી પ્રક્રિયા બંધ બારણે આટોપી લેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) સુધી લેખિત ફરિયાદ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ કામોની યોગ્ય તપાસ નહીં થાય તો વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગામડાના વિકાસ માટે સરકાર લાખોની ગ્રાન્ટ આપે છે, પણ શું એ ગ્રાન્ટનો વહીવટ પારદર્શક છે? એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં ૧૫મા નાણાંપંચના કામોમાં સરપંચે કાયદાને ખિસ્સામાં મૂકી દીધો છે!

હા, કોઈ ટેન્ડર નહીં, કોઈ જાહેર નોટિસ નહીં… બારોબાર પોતાના માનીતાઓને કામો વહેંચી દેવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ લાગ્યો છે! શું આની પાછળ કોઈ મોટું કમિશન સેટિંગ છે? શું અધિકારીઓની રહેમનજર હેઠળ આ ખેલ ખેલાઈ રહ્યો છે?

૧૫મા નાણાંપંચના લાખોના કામોમાં સરકારી નિયમોના ધજાગરા. જાહેર ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ માનીતા કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેવાતા પંચાયત આલમમાં ભારે ખળભળાટ. શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે?

સમાચારો માટે ફોલો કરો **જય ગુજરાત ડિજિટલ ન્યૂઝ**.

Leave a Comment

और पढ़ें