તાપીમાં પોલીસ મહિલા કર્મચારીઓ માટે ‘કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ’ અંગે સેમિનાર યોજાયો…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના એસ. પટેલના માર્ગદર્શન હેઠળ તા. ૨૫ માર્ચના રોજ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ખાસ કાયદાકીય સેમિનાર યોજાયો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષકના સંકલન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓને ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩’ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

​આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે એક્શન એઇડ સંસ્થાના સ્ટેટ લીડ સુશિલા પ્રજાપતિએ હાજર રહી કાયદાની વિવિધ જોગવાઈઓ સમજાવી હતી. તેમણે જાતીય સતામણીના પ્રકારો, આંતરિક સમિતિ (IC) અને લોકલ કમિટીની રચના તેમજ તેની કાર્યપદ્ધતિ વિશે તલસ્પર્શી માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી કચેરીઓમાં ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા મજબૂત કરવા અંગે કર્મચારીઓ સાથે સીધો સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

Leave a Comment

और पढ़ें