મકાન માલિકો દ્વારા ઘરઘાટી, ડ્રાઈવર અને રસોઈયાઓની માહિતી આપવા અંગેનું જાહેરનામુ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જિલ્લામાં તમામ મકાનો, બંગલાઓમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઈયાઓ, વોચમેન, માળી વગેરેને હાલમાં કામ ઉપર રાખ્યા હોય તથા કામ ઉપર રખાશે તેમની માહિતી સરકારી શ્રમ અધિકારી, સંબંધિત પોલીસ સ્ટેશનને તથા મામલતદારને મોકલવાની રહેશે.

નોંધનીય છે કે, માલિક, કર્મચારી તથા જેના સંપર્કથી કામે રાખવામાં આવ્યા છે તેમના નામ, સરનામા, સંપર્ક નંબર, કામ પર રાખ્યાની તારીખ, પહેલા ક્યા નોકરી કરી, કેટલા સમય કરી અને નોકરી છોડવાનુ કારણ, વતનનું સરનામુ, કર્મચારી અને કર્મચારીના બે-ત્રણ સગા-સંબંધીઓના નામ, સરનામા ફોટોગ્રાફ સાથે આપવાના રહેશે.

આ જાહેરનામાની અમલવારી તા. 27 મે, 2026 થી તા.25 જુલાઈ, 2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Comment

और पढ़ें