તાપી


તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દેવ ચૌધરીએ તાપી જિલ્લા ખાતે આવેલ EVM વેર હાઉસનું આજરોજ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના EVM વેર હાઉસમાં સ્ટ્રોંગરૂમ, સી.સી.ટી.વી.કેમેરા, રજીસ્ટરો સહિત સલામતિ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધવલ મદાત અને ચૂંટણી સ્ટાફે EVM વેર હાઉસની સંપૂર્ણ વિગતોથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દેવ ચૌધરીને અવગત કર્યા હતા.











