ચોમાસુ-૨૦૨૬ અંતર્ગત તાપી કલેકટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી

ચોમાસુ-૨૦૨૬ અંતર્ગત તાપી જિલ્લા કલેકટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સોમવારે કલેકટરાલય સભાખંડના વી.સી.રૂમ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ હતી.

કલેકટર દેવ ચૌધરી દ્વારા તાપી જિલ્લાના ૮ તાલુકાના અધિકારીઓને ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવની કામગીરી આયોજનબદ્ધ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં અપાયું હતું.

સરકાર ઝીરો કેઝયુલીટી અભિગમને સાકાર કરવા માટે તાલુકા અને જિલ્લાના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે, ડિઝાસ્ટર ચેકલીસ્ટ મુજબ સાધન-સામગ્રી ચકાસણી, ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો તથા સરપંચ ફોન નંબર સહિતની યાદી અધ્યત્તન કરવી, શાળાઓ, સરકારી બિલ્ડીંગો પાણી, વિજળી, ભોજન વ્યવસ્થાઓ સાથેના શેલ્ટર હોમ તૈયાર રાખવા તેમજ દરેક તાલુકાઓમાં અલગ-અલગ મોકડ્રીલ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સુસજ્જ રહે તે માટે કલેકટર દેવ ચૌધરીએ રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ તકે, નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડએ પણ અસરગ્રસ્તોને ઝડપથી ચૂકવણું કરી શકાય તે માટે સબંધિત વિભાગને હકારાત્મક અભિગમ સાથે સર્વેની કામગીરી કરવા જણાવ્યું હતું.

ડિઝાસ્ટર કો.ઓર્ડિનેટર કરણ ગામીતે તમામ અધિકારીઓને જણાવ્યું કે, ખાસ કરીને વિજળી,પાણી,રસ્તા,આરોગ્ય વિશે સબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોતાના વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી ચકાસણી કરી લે તેમજ કોઈપણ માનવ-જાનહાનિ,પશુ જાનહાનિ,મકાન નુકશાની અંગે કંટ્રોલરૂમ( ફોન નંબર ૦૨૬૨૬ ૨૨૩૩૩૨) ને સત્વરે પ્રાથમિક જાણ કરાય જેથી ડિજાસ્ટરને લગતી કામગીરી ઝડપથી કરી શકાય.

પ્રિ-મોન્સુનની આ બેઠકમાં ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી ખ્યાતી પટેલ, પ્રાંત અધિકારી સંદિપ ગાયકવાડ, માર્ગ અને મકાન સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઈજનેર એમ.એન.પટેલ, ધર્મેશ પટેલ, વન વિભાગ,ડી.જી.વી.સી.એલ., આરોગ્ય વિભાગ, મામલતદાર મનીષ ભોય સહિત તમામ અધકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें