વાંસદા તાલુકાના સંગઠન મહામંત્રી ડો.લોચનભાઈ શાસ્ત્રી દ્વારા ગામમાં જ રોજગારી મળી રહે તે માટે એક સરહાનીય પહેલ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગણેશ પટેલ વાંસદા

વલસાડ- ડાંગ ના સાંસદ ધવલ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાસદા તાલુકાના સંગઠન મહામંત્રી દ્વારા વાસદા તાલુકાના મોટી ભમતી ગામે મહિલાઓને આત્મા નિર્ભય કરવા માટે પોતાના જ ગામમાં રોજગાર મળી રહે તે માટે મોટી ભમતી ગામની બહેનો ને ફેશન જ્વેલરી અંગે તાલીમ આપી બહેનોને ઘર બેઠાં ફ્રી ટાઈમ નો સદ ઉપયોગ કરી સ્વ રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે પહેલ કરવામાં આવી છે.

વાંસદા તાલુકાના સંગઠન મહામંત્રી ડોક્ટર લોચનભાઈ શાસ્ત્રી, સરપંચ મોટી ભમતી, ભાજપ કાર્યલય મંત્રી ઉમેશભાઈ , સેલવાસ થી સંજય ભાઈ, વઘઇ થી ચેતન ભાઈ સાથે મળીને માર્ગદર્શન આપી બહેનોને આગળ આવવા જણાવ્યું હતું.

આ કાર્ય સાંસદ ધવલભાઈ પટેલ અને તેમની સાથે વાંસદા તાલુકાના સંગઠન મહામંત્રી ડો. લોચનભાઈ શાસ્ત્રી દ્વારા સારી એવી રોજગારી ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

Leave a Comment

और पढ़ें