વાલોડ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ વિકાસકામોનું મહુવા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૧૦૨૯ લાખનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે સુરત-ધુલિયા રોડ પર મિઢોળા નદી ઉપર નિર્માણ થયેલ મેજર બ્રિજનું લોકાર્પણ તેમજ , બાજીપુરા-કમાલછોડ ગામે પશુ સબસેન્ટરના નવા બાંધકામનું અને સુરત–ધુલિયા રોડના રિસફ્રેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.










