રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા. 0૪ જાન્યુઆરી, ૨૦૨૬ રવિવારના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન કુલ ૦૯ પરીક્ષા કેન્દ્રો ખાતે રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ ૩ ની પ્રાથમિક પરીક્ષા યોજાશે.

જેને કેન્દ્રમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.બોરડે પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર, ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર, હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષા દરમિયાન તેના ઉપયોગ પર, લાઉડ સ્પીકરના ઉપયોગ પર તથા પરીક્ષા કેન્દ્રની 200 મીટર અંદર ઝેરોક્ષ/ફેક્સ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

તાપી જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો વ્યારા તાલુકામાં જ છે. વ્યારાની શ્રી.કે.બી.પટેલ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કુલ, જી.બી.એન્ડ એસ.એ.સાર્વજનિક હાઈસ્કુલ (યુનિટ-૧), જી.બી.એન્ડ એસ.એ.સાર્વજનિક હાઈસ્કુલ (યુનિટ-૨), શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા, શ્રી ખુ.મા.ગાંધી પ્રાથમિક શાળા, શ્રી કે.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઈમરી સ્કુલ, શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય અને શ્રી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પનિયારી ખાતે સવારે ૧૧-૦૦થી બપોરે ૧-૦૦ કલાક દરમિયાન પરીક્ષા યોજાશે.

આ જાહેરનામાની અમલવારી તા.૦૪/૦૧/૨૦૨૬ના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી બપોરે ૨:૦૦ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Leave a Comment

और पढ़ें