વ્યારા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

વ્યારા વિકાસ શાહ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એક વિશેષ પ્રેરણાદાયી નાટ્ય પ્રસ્તુતિનું આયોજન કરાયું હતું.

આ નાટ્ય પ્રસ્તુતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સમગ્ર પ્રેરણાદાયી જીવન ગાથાને નાટ્ય સ્વરૂપમાં ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી હતી. જેના થકી રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાન, તેમના દ્રઢ નેતૃત્વ અને દેશભક્તિના ભાવને અસરકારક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, પ્રાંત યુવા વિકાસ અધિકારી વિરલ ચૌધરી, વિવિધ કોલેજોના અધ્યાપકઓ અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें