તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકામાં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા અનેક નવા રસ્તાઓનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વિકાસ કાર્યોનું ‘ખાતમુહૂર્ત’ ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ નવા રસ્તાઓના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવર માટે વધુ સારી સુવિધા મળશે અને ગ્રામ્ય વિકાસને વેગ મળશે. ખાતમુહૂર્ત કરાયેલા મુખ્ય રસ્તાઓમાં બોરદાથી ઉકાઈ ડેમ તરફના રસ્તા, ૬૦ લાખના ખર્ચે, બોરદા હોળીઘાટવાળા રસ્તાને ૧ કરોડ ૬૯ લાખના ખર્ચે, મોટા આમલપાડા ગામે ચોર ફળિયાથી કાથુડ ફળિયા તરફ જતા રસ્તાનું ૩૫ લાખના, તેમજ ડુંગરી ફળિયા થી સરપંચ ફળિયા વાળા રસ્તાનું ૫૮ લાખના ખર્ચે, સાતકાશી ગામમાં લાઈબ્રેરીના કામ માટે ૬૦ લાખ, ખેરવાડા એપ્રોચ રસ્તાનું કામ ૩૯.૪૦ લાખના ખર્ચે તેમજ અજવાર એપ્રોચ રસ્તાનું કામ ૩૩ લાખના ખર્ચે તથા લીંબી ગામથી નવી દિલ્હી ફળિયા તરફ જતા રસ્તાનું ૬૦ લાખના ખર્ચે નિર્માણ કરવા માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ વિકાસલક્ષી કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કાર્યો ટૂંક સમયમાં પૂર્ણ કરીને નાગરિકોની સુવિધામાં વધારો કરવાનો લક્ષ્ય છે.

 

Leave a Comment

और पढ़ें