વ્યારા વિકાસ શાહ
તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ વિવિધ ઘટકોમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તેવા બાગાયતદાર ખેડૂતો પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે
વિવિધ ઘટકોમાં (૧) રાજ્યમાં જુથ/ગ્રામ્ય કક્ષાએ ફળ-શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ યોજનામાં તા. ૨૬/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૬ સુધી (૨) મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઈપેંડ) યોજનામાં તા.૨૮/૧૧/૨૦૨૫ થી ૧૨/૧૨/૨૦૨૫ સુધી (૩) અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) યોજનામાં તા. ૧૭/૧૧/૨૦૨૫ થી ૦૬/૧૨/૨૦૨૫ સુધી (૪) કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અંગેની યોજનામાં તા.૦૧/૧૨/૨૦૨૫ થી ૧૦/૧૨/૨૦૨૫ સુધી અરજી કરી શકાશે.
આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, તાપી , બ્લોક ન:૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન- વ્યારા- તાપી નો સંપર્ક કરી શકશે.તથા ફોન ન.02626-221423 પર પણ માર્ગદર્શન મેળવી શકાશે.તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી, તાપી ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.










